Site icon hindtv.in

તાપી જિલ્લા વ્યારામાં કોંગ્રેસની પદયાત્રા દરમિયાન પોલીસ કાર્યવાહી

તાપી જિલ્લા વ્યારામાં કોંગ્રેસની પદયાત્રા દરમિયાન પોલીસ કાર્યવાહી
Spread the love

તાપી જિલ્લા વ્યારામાં કોંગ્રેસની પદયાત્રા દરમિયાન પોલીસ કાર્યવાહી
વિરોધ પ્રદર્શન વચ્ચે આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત

તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતીય ચૂંટણી પંચની SIR પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની ભૂમિકા સામે જનજાગૃતિ લાવવાના અર્થે વ્યારા ખાતે શાંતિપૂર્ણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રા વ્યારામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાથી શરૂ થઈ બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમા સુધી બંધારણીય રીતે યોજવામાં આવી રહી હતી. જોકે, પદયાત્રા શરૂ થયાના ટૂંક સમયમાં જ તાપી જિલ્લા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પદયાત્રામાં જોડાનાર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષે આ પોલીસ કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરી છે. પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ સરકારના ઈશારે લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બંધારણના રક્ષણ માટે યોજાયેલી શાંતિપૂર્ણ યાત્રાને રોકવી એ સરકારની તાનાશાહી માનસિકતા દર્શાવે છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે…

Exit mobile version