Site icon hindtv.in

સુરતમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ એક્શન

સુરતમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ એક્શન
Spread the love

સુરતમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ એક્શન
આતંક મચાવનાર આરોપીઓને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા
મનોજ ઉર્ફે મન્યો ચીરો, અક્ષય ઉર્ફે આદિ, વૈભવ કુલે અને પ્રવણની ધરપકડ

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ડામવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે ખટોદરા પોલીસે બે દિવસ પહેલા આતંક મચાવનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

શહેરના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં રિંગરોડ પર આવેલ ચામુંડા હોટલ પાસે નજીવી બાબતની બોલાચાલીમાં ચાર ઈસમોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પરિવારના પાંચ થી છ સભ્યોને ઢોર માર મારવા સાથે બે મિત્રોને ચપ્પુના ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. જેથી આખરે ભોગ બનનારે આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હુમલાખોર સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ ચારેય યુવાકોએ ત્રણ યુવકો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવતા જ ખટોદરા પોલીસે ચારેય આરોપીઓ મનોજ ઉર્ફે મન્યો ચીરો, અક્ષય ઉર્ફે આદિ, વૈભવ કુલે અને પ્રવણની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

Exit mobile version