અંબાજીના પાડલીયામાં પોલીસ પર થયેલ હુમલા બાદ પોલીસ એક્શન
પીઆઈ, પીએસઆઈ લેવલના આધિકારીઓ સહિત 1,000થી વધુ પોલીસકર્મીઓ
ઘટના સ્થળે જઈને આરોપીઓને પકડી પાડવાની તૈયારીમાં પોલીસ
પોલીસ પર થયેલ હુમલા બાદ મોટી કાર્યવાહી થઈ શકે છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં વન વિભાગની જમીનના વિવાદને લઈને સરકારી કર્મચારીઓ પર થયેલા હિંસક હુમલાના મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં વન વિભાગની જમીનના વિવાદને લઈને સરકારી કર્મચારીઓ પર થયેલા હિંસક હુમલાના મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે તારીખ 13 ડિસેમ્બરના બપોર બાદ બનેલી આ ઘટનામાં, પોલીસે 27 વ્યક્તિ સામે નામજોગ અને અન્ય 500 અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. પાડલીયા હુમલોને લઇ બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી છે. આજરોજ 3 DySP સહિત 200થી વધુ જવાનોનો કાફલો પાડલીયા જવા રવાના થયો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તાત્કાલિક અંબાજી પહોંચ્યા હતા અને ઘાયલોની મુલાકાત લીધી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, 500 લોકોના ટોળાએ સરકારી ટીમો પર પૂર્વ આયોજિત હુમલો કર્યો હતો.
પોલીસ દ્વારા ગુનાના સ્થળ પર FSL ની ટીમને સાથે રાખીને ઘટનાનું પંચનામું કરવામાં આવશે, જેથી પુરાવાઓ વૈજ્ઞાનિક રીતે એકત્ર કરી શકાય. આ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગામમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવશે. પોલીસનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારાઓને પકડી પાડી કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે. હાલમાં પાડલીયા ગામમાં ભારે પોલીસ ફોર્સ તહેનાત છે અને અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. તમામ ઘાયલોની યાદી (નામજોગ) પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. હાલમાં તમામ ઘાયલોની સ્થિતિ સારી અને નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

