Site icon hindtv.in

પીએમ મોદીનો યુવા ખેલાડીઓ સાથે સંવાદ

પીએમ મોદીનો યુવા ખેલાડીઓ સાથે સંવાદ
Spread the love

પીએમ મોદીનો યુવા ખેલાડીઓ સાથે સંવાદ
‘ખેલ કી બાત, પ્રધાનમંત્રી મોદી કે સાથ’ કાર્યક્રમ
દેશભરની 1500 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમનું આયોજન

રાષ્ટ્રીય રમતગમત દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેલાડીઓ અને યુવાનો સાથે રમતગમતને લઈને સીધો સંવાદ કર્યો. ‘ખેલ કી બાત, પ્રધાનમંત્રી મોદી કે સાથ’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરના યુવા ખેલાડીઓ, યુવાનો અને યુવા નેતાઓ સાથે વાતચીત કરી.

રાષ્ટ્રીય રમતગમત દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેલાડીઓ અને યુવાનો સાથે રમતગમતને લઈને સીધો સંવાદ કર્યો. આ કાર્યક્રમનું આયોજન દેશભરની 1500 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવ્યું છે, જેમાં લાખો યુવાનો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાને રમતગમતના મહત્ત્વ પર ભાર મૂક્યો અને યુવાનોને રમતગમત સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે, દેશમાં રમતગમતની સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે જમીની સ્તરેથી પ્રતિભાઓને શોધીને આગળ લાવવી જરૂરી છે. PM મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ‘જે રમશે, તે ખીલશે’ અટલે કે ‘જો ખેલેગા, વો જીતેગા’

PM મોદીએ કાર્યક્રમમાં હાજર ખેલાડીઓ અને રમતગમત સાથે જોડાયેલા લોકોને નેશનલ સ્પોર્ટ્સ ડેની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતદિવસ છે અને તેમણે દેશભરના યુવાનો તેમજ રમતજગત સાથે જોડાયેલા તમામ સાથીઓને અગાઉથી શુભેચ્છા પાઠવી છે. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ અને યુવાનો સાથે રમતગમતની સુવિધાઓ, પ્રતિભાની ઓળખ, તાલીમ, સ્પોર્ટ્સ સાયન્સ અને ખેલાડીઓના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સરકાર ‘ખેલો ઈન્ડિયા’ અભિયાન દ્વારા નાના શહેરો, ગામડાં અને તાલુકા-કક્ષાના વિસ્તારોમાંથી પ્રતિભાઓને આગળ લાવવા પર ભાર આપી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version