Site icon hindtv.in

પીએમ મોદીની વિવાદીત પોસ્ટ મુકવી ભારે પડી

પીએમ મોદીની વિવાદીત પોસ્ટ મુકવી ભારે પડી
Spread the love

પીએમ મોદીની વિવાદીત પોસ્ટ મુકવી ભારે પડી
વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ધરપકડ,
AI નો ઉપયોગ કરી ફોટો બનાવ્યો હતો

પહેલગામમા આતંકવાદી હુમલો થાય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. ત્યારે આ સ્થિતી વચ્ચે પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદીત પોસ્ટ મૂકનાર વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખની પાદરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતી વચ્ચે વિવિધ પક્ષોના રાજકીય અગ્રણીઓ દ્વારા વિવાદીત નિવેદનો અને સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ મૂકી પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલે AIનો ઉપયોગ કરી પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદીત પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી. આ બાબત પાદરા પોલીસના ધ્યાનમાં આવતા તેઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે પાદરા પોલીસે કોંગ્રેસ અગ્રણી અને વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની ધરપકડ કરતાં વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસમાં ચકચાર મચી ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે, કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામ પટેલે AIથી પ્રધાનમંત્રીની ઇમેજ તૈયાર કરી હતી અને પોસ્ટ સાથે લખ્યું કે, આને દેશમાં સાચા અર્થમાં પ્રજા જોવા માગે છે. આ પોસ્ટે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી મૂક્યો હતો. દરમિયાન આ પોસ્ટ બાબતે પાદરા પોલીસે ઘનશ્યામ પટેલ સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version