Site icon hindtv.in

અમરેલીના વાઘણીયા ગામે પ્લાન્ટનો વિરોધ

અમરેલીના વાઘણીયા ગામે પ્લાન્ટનો વિરોધ
Spread the love

અમરેલીના વાઘણીયા ગામે પ્લાન્ટનો વિરોધ
બાયોકેમિકલ ડિસ્પોઝલ પ્લાન્ટ સામે ગ્રામજનોમાં રોષ
કેમિકલ અને મેડિકલ વેસ્ટ પ્લાન્ટનો વિરોધ

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના વાઘણીયા ગામે પ્રસ્તાવિત બાયોમેડિકલ અને કેમિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિકોએ અમરેલી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને નિષ્પક્ષ તપાસ અને પ્રોજેક્ટની મંજૂરી અટકાવવાની માંગ કરી છે.

અમરેલીમાં લીલીયા તાલુકાના વાંઘણિયા ગામના લોકોએ કથિત ગેરકાયદેસર ખનન અને પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ સામે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમણે નિષ્પક્ષ તપાસ, દસ્તાવેજો જાહેર કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામની સીમમાં ખાનગી ખેતીની જમીન અને નજીકની ગૌચર જમીન આસપાસ ખનન તથા ખનીજનો સંગ્રહ થાય છે. ભારે લોડર અને ટ્રકોની અવરજવર, ઓવરલોડિંગ, ધૂળ અને અવાજથી સ્થાનિકોને મુશ્કેલી પડે છે. આ પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરવા છતાં ઉકેલ આવ્યો ન હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. ધંધાકીય પ્રવૃત્તિમાં વચ્ચે આવશો તો સારું નહીં થાય તેવી ધમકી મળ્યાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

ગામની સીમમાં પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ સામે પણ ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો છે. પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર થનારી સંભવિત અસરોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યા વિના મંજૂરી ન આપવા તેમણે માંગ કરી છે. પ્રોજેક્ટમાંથી નીકળતા ધુમાડા, સૂક્ષ્મ કણો અને દુર્ગંધથી હવા પર થનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. ભૂગર્ભજળ, પીવાનું પાણી, ખેતીની જમીન, પાક અને પશુધન પર થનારી સંભવિત અસરો અંગે પણ ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version