Site icon hindtv.in

સુરતના અડાજણમાં ભાજપની પદયાત્રાનું આયોજન

સુરતના અડાજણમાં ભાજપની પદયાત્રાનું આયોજન
Spread the love

સુરતના અડાજણમાં ભાજપની પદયાત્રાનું આયોજન
જગદીશ વિશ્વકર્મા અને સી.આર. પાટીલ પદયાત્રામાં ઉપસ્થિત રહેશે
ભાજપની પદયાત્રાનો નારો: લોકશાહી બચાવો, અરાજકતા હટાવો

સુરતમાં ભાજપ દ્વારા અડાજણ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરાનાર છે. લોકશાહી બચાવો, અરાજકતા હટાવોના નારા સાથે યોજાનારી આ પદયાત્રામાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ ઉપસ્થિત રહેશે. જે પદયાત્રા અંગે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે માહિતી આપી હતી.

સુરતમાં રવિવારના રોજ ભાજપ પદયાત્રા દ્વારા જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અડાજણ વિસ્તારમાં યોજાનારી આ પદયાત્રામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ જોડાશે. લોકશાહી બચાવો, અરાજકતા હટાવોના નારા સાથે ભાજપ લોકો સુધી પોતાની વાત પહોંચાડશે. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે વિપક્ષ પર વિદ્યાર્થીઓની આડમાં સત્તા પલટાવવાનો પ્રયાસ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તો પત્રકાર પરિષદમાં પ્રશાંત કોરાટે વધુ માહિતી આપી હતી.

Exit mobile version