Site icon hindtv.in

સુરતમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર

સુરતમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર
Spread the love

સુરતમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર
બિહારમાં મુસ્લિમ મહિલા ડોક્ટર સાથે મુખ્યમંત્રીની શરમજનક હરકત
મહિલા પાસે જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી

સુરતમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી બિહારમાં મુસ્લિમ મહિલા ડોક્ટર સાથે મુખ્યમંત્રી નીતિશ કુમારે કરેલી શરમજનક હરકતનો વિરોધ કરી તેઓ મહિલા પાસે જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી.

સુરત કલેકટરને સમસ્ત મુસ્લિમ સમાજ સુરત દ્વારા રજૂઆત કરાઈ હતી કે હાલમાં બિહારમાં ડોક્ટરોને પદવી આપવાના કાર્યક્રમમા મુખ્યમંત્રી નિતીશ કુમારે પદવીઆપતા દરમિયાન મુસ્લિમ યુવતિ ડો. નુશરત પરવીન સાથે અસભ્ય વર્તન કર્યુ હતું. બિહારનાં મુખ્યમંત્રી નિતિશ કુમારે મુસ્લિમ મહીલા ડોક્ટરનો હીજાબ પોતાના હાથે ખેચીને વિકરૂત માનસિકતાના દર્શન કરાવ્યા હોય જેને લઈને મુસ્લિમ સમાજની લાગણી દુભાયઈ છે અને સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે જેથી બિહારનાં મુખ્યમંત્રીએ મુસ્લિમ સમાજ અને ડોક્ટર નુશરત પરવીન પાસે જાહેરમાં માફી માંગે તેવી માંગણી કરી હતી.

Exit mobile version