Site icon hindtv.in

લાઠીમાં કોળી સમાજ દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર.

લાઠીમાં કોળી સમાજ દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર.
Spread the love

લાઠીમાં કોળી સમાજ દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર.
કોળી અને ઠાકોર સમાજ પરના ખોટા કેસો પરત ખેંચવાની માગ.
હત્યાના 4 કેસો સહિતના તમામ કેસો તાત્કાલિક પરત ખેંચવા રજૂઆત.

લાઠીમાં કોળી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અને કથિત અન્યાયના વિરોધમાં એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. સમાજના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને ઉગ્ર રજૂઆત કરી હતી.

લાઠીમાં કોળી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અને કથિત અન્યાયના વિરોધમાં આપેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજના લોકો પર રાજકીય કિન્નાખોરીના કારણે ખોટા કેસો દાખલ કરવામાં આવી રહ્યા છે. સમાજે આવા તમામ કેસો તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી છે. આ ઉપરાંત, નિગમ દ્વારા ફાળવવામાં આવતા બજેટને સમાજે ‘મજાક’ સમાન ગણાવ્યું હતું. સમાજે વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી કરવાની સ્પષ્ટ માંગ કરી છે, જેથી સમાજનો યોગ્ય વિકાસ સુનિશ્ચિત થઈ શકે.

સમાજની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે તંત્ર કડક પગલાં ભરે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર સુપરત કરવા માટે લાઠી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી કોળી સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં લોકો પ્રાંત કચેરીએ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version