માંડવી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી પ્રાંતને આવેદનપત્ર
ખેડપુરથી માંડવી આવવા માટે ડાયવર્ઝન આપવા આવેદનપત્ર
માંડવી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી પ્રાંતને આવેદનપત્ર આપ્યું, ખેડપુરથી માંડવી આવવા માટે ડાયવર્ઝન આપવા માંડવી પ્રાંતને આવેદનપત્ર અપાયુ.
માંડવી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગરેડીયા નાકા પુલની બાજુમાંથી ટુવ્હીલ તથા લાઈટ વ્હીલ વાહનો માટે ડાયવર્ઝન આપવા માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ગરેડીયા નાકાનો અતિ બિસ્માર અને સાંકડો પુલ તોડી નવા પૂલ નિર્માણ થઈ રહ્યો છે અને તેની બાજુમાંથી લોકોની અવરજવર માટે બંધ કરી વૈકલ્પિક માર્ગ તરીકે માંડવી ધોબણી નાકાથી તરસાડા અને તરસાડા બાયપાસ થઈ તપસ્વી વિદ્યાલયથી ડાઈવર્ઝનનો માર્ગ આપેલ છે જેથી ચારથી પાંચ કિલોમીટરનો ફેરવો થાય છે ઇંધણ અને સમયનો બગાડ થાય છે આ સંજોગમાં ટુ વ્હીલ, તથા લાઈટ વ્હીલ વાહનોની અવરજવર માટે હાલ બની રહેલ પુલની બાજુમાં જડાયવર્ઝન આપવામાં આવે તો માંડવી નગર અને આજુબાજુમાં રહેતી જનતાને સમય અને ઇંધણનો બગાડ થતો અટકશે જેથી અમારે અરજ છે કે, તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપીને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માં આવે. જો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન રોડ બનાવવામાં ન આવશે તો માંડવી નગર તથા આજુબાજુની આમ જનતા સાથે ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે….

