આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર
ખાનગી શાળાઓમાં આચરાયેલ કૌભાંડો અંગે તપાસની માંગ
કમિટી નીમવામાં આવી હતી એ તપાસનો રીપોર્ટ જાહેર કરવા માંગ
આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપી ખાનગી શાળાઓમાં આચરાયેલ કૌભાંડો અંગે તપાસની માંગ કરી હતી.
શિક્ષણ વિભાગના અધિકારીઓની બોગસ સહીના આધારે આચરાયેલા કૌભાંડો અને ગેરરીતિ કરતી પ્રાઈવેટ શાળાઓની માહિતી આપવા માંગ કરાઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે થોડા દિવસો પહેલા સમાચાર માધ્યમો દ્રારા જાણવા મળેલ છે કે શિક્ષણ વિભાગના કેટલા કર્મચારીઓ અને કેટલાક દલાલોએ મળીને ભૂતકાળમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બોગસ સહીઓ કરીને સુરત શહેર અને જીલ્લામાં અનેક પ્રકારની ગેરરીતિઓ આચરાઈ છે. આ બાબત શિક્ષણ સાથે અને વિદ્યાર્થીઓ/વાલીઓના ભવિષ્ય સાથે જોડાયેલી ખુબ જ ગંભીર બાબત છે, આથી સમગ્ર ગુજરાતના વાલીઓ સહીત તમામ નાગરિકોને આ ઘટના સાથે જોડાયેલી તમામ બાબતો જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. જેથી જીલ્લા શિક્ષણાધિકારીની પ્રાથમિક તપાસમાં જે 106 પ્રાઈવેટ શાળાના દસ્તાવેજોમાં પ્રાથમિક શંકાઓ ઉપજી છે, એ તમામ શાળાઓના નામ શા માટે જાહેર કરવામાં નથી આવ્યા ?
આ કૌભાંડ બાબતે જે તપાસ કમિટી નીમવામાં આવી હતી એ તપાસનો રીપોર્ટ જાહેર કરવામાં આવે., સુરત શહેર અને જીલ્લામાં એવી ઘણી બધી શાળાઓ છે જે એમના વાસ્તવિક સરનામાની જગ્યાએ કોઈ અન્ય જગ્યાએ જ ચાલી રહી છે, આવી શાળાઓની ઓળખ માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?, સુરત શહેર અને જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કઈ કઈ શાળાએ સ્થળાંતર માટેની અરજીઓ કરેલી છે અને એના ઉપર શું પગલાં લેવાયા છે એની માહિતી આપવામાં આવે અને જે વાલીઓ પોતાની કમાણીમાંથી પોતાના દિકરા-દિકરીઓની ફ્રી પ્રાઈવેટ શાળાને ભરે છે, એમને એ પ્રાઈવેટ શાળા ભામને તમામ જરૂરી જાણકારીઓ જોવાનો અધિકાર છે. આથી તમામ પ્રાઇવેટ શાળાની મંજુરીના દસ્તાવેજો વાલીઓ જોઈ શકે એ રીતે શાળાના નોટીસ બોર્ડ પર પ્રકાશિત કરવાનો આદેશ શાળાઓને કરવામાં આવે. તેવી માંગ કરી હતી.

