દેવ બિરસા સેના દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર
ધર્મ પરિવર્તનને કારણે અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે.
નદીનાળાને પૂજનારા પ્રકૃતિ પુજક લોકો છીએ.
આજ રોજ દેવ બિરસા સેના દ્વારા સુરત જિલ્લા અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરી ના આગેવાનીમાં માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દેવ બિરસા સેના દ્વારા અપાયેલા આવેદનમાં જણાવાયું હતું કે અમારા ગ્રામ્ય આદિવાસી સમગ્ર વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવે છે, જે અનુસૂચિ 5 માં આવે છે. આવનારા દિવસોમાં ડિસેમ્બર મહિનામાં નાતાલનો કાર્યક્રમ ખિસ્તીઓ દ્વારા મોટાપાયે ઉજવવામાં આવે છે. જેમાં સાકર પ્રાર્થના તથા યુવાનોના વિવિધ સેમીનાર તેમજ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં તેમને જણાવ્યું છે કે સરકારી ચોપડીમાં ખિસ્તી ધર્મના એક પણ વ્યક્તિનું નામ નોંધાયેલ નથી, કેટલાક વટલાયેલા આદિવાસીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને આ ધર્મ પરિવર્તનને કારણે અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે. અમો નાગદેવ વાઘદેવ સીમાડા દેવ, નદીનાળાને પૂજનારા પ્રકૃતિ પુજક લોકો છીએ. કેટલાક વટલાયેલા લોકો ખિસ્તીધર્મ પાળે છે અને આવા કાર્યક્રમો કરે છે જેને કારણે અમારા આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવેલ અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે જેથી સરકારી દફતરે ખ્રિસ્તી તરીકે નોંધાયેલ હોય એવા લોકોને જ મંજૂરી આપવા પ્રાંત અધિકારી માંડવીને આવેદનપત્ર આપેલ છે. જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. આ પ્રસંગે બિરસા મુંડા સેનાના જિલ્લા અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરી, કિશોરભાઈ ચૌધરી તથા અમરશીભાઈ ચૌધરી તથા કાર્યકરો જોડાયા હતા….

