Site icon hindtv.in

ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી

ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી
Spread the love

ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી
મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલના કુલ 1000 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ

મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે અને કુલ 1000 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો છે.

મુંબઈના પરેલ સ્થિત ગ્લેનીગલ્સ હોસ્પિટલ જે લિવર કેર અને ટ્રાન્સપ્લાન્ટેશન માટે અગ્રણી કેન્દ્ર છે, તેણે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, હોસ્પિટલે હવે કુલ 1000 થી વધુ સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પૂર્ણ કરી છે. આ સફળતાનું નેતૃત્વમાં ડૉ. અમિત મંડોત, ડૉ. અનુરાગ શ્રીમાલ અને ડૉ. વિભોર બોરકરનો સમાવેશ થાય છે.

દર્દીઓને વધુ સુવિધા આપવા અને તપાસના મહત્વપૂર્ણ તબક્કા દરમિયાન લાંબા અંતરની મુસાફરીની જરૂરિયાત ઘટાડવા માટે, ગ્લેનીગલ્સ હોસ્પિટલની ટીમ હવે નિયમિતપણે ગુજરાતની મુલાકાત લઈ રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય પરિવારોને સ્થાનિક સ્તરે જ મદદ પૂરી પાડવાનો, પ્રાથમિક કન્સલ્ટેશન આપવાનો, ફોલો-અપ લેવાનો અને વારંવાર મુંબઈ જવાની મુશ્કેલી વગર દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવાનો છે.

Exit mobile version