Site icon hindtv.in

સુરત : વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે

સુરત : વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે
Spread the love

સુરત : વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે
કેબલ સ્ટેઈડ બ્રિજ પર સેફ્ટી જાળી લગાડવાની સાંસદે માંગ કરી

વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં બ્રિજોને લઈ લોકોની આંખો ખુલી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજ પર સેફ્ટી જાળી લગાડવાની સાંસદે માંગ કરી છે. જેથી લોકો બ્રિજ પરથી નદીમાં કુદી આપઘાત ન કરે.

વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે ત્યારે કેબલ સ્ટેઈડ બ્રીજ ને લઈ સાંસદે પાલિકાને લખ્યો પત્ર છે. સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગર પાલિકાને પત્ર લખી બ્રિજ ઉપર સેફટી જાળી લગાડવા જણાવ્યુ હતું. નગરજનોની સલામતી માટે અને લોકો ઉશ્કેરાટમાં આત્મહત્યા કરી પોતાની અમૂલ્ય જિંદગી ના ગુમાવી બેસે તેના માટે 2009 થી શહેરના તમામ રિવર બ્રિજોની ઉપર સેફટી જાળી લગાડવામાં આવી હતી. તો 2009-10 પહેલા સુરતના સરદાર બ્રિજ ઉપરથી અને સવજી કોરાટ બ્રિજ ઉપરથી દર વર્ષે સરેરાશ 80 થી પણ વધુ લોકો આત્મહત્યા કરતા હતાં તેમ પણ સાંસદ મુકેશ દલાલએ જણાવ્યુ હતું.

Exit mobile version