સુરતમાં ભારે વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલાલોકો
જરૂરિયાતમંદ લોકો માટે વેસુ પોલીસ માનવતાની મિસાલ બની
150 જેટલા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ
સુરતમાં ભારે વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા જરૂરિયાતમંદ લોકો માટે વેસુ પોલીસ માનવતાની મિસાલ બની છે. વિજયા લક્ષ્મી ફાઉન્ડેશનના સહયોગથી આશરે 150 જેટલા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરી પોલીસે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે.
સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રોજિંદી મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિમાં વેસુ પોલીસ અને વિજયા લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આશરે 150 જેટલા જરૂરિયાતમંદ અને વરસાદથી અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. પી.આઈ. જિજ્ઞેશ રાઠવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેવાકીય પ્રયાસને સ્થાનિક લોકોએ બિરદાવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આવી સામાજિક પ્રવૃત્તિઓથી પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સહયોગની ભાવના વધુ મજબૂત બને છે.

