Site icon hindtv.in

સુરતના ભાગળમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં લોકો એકઠા થયા,

સુરતના ભાગળમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં લોકો એકઠા થયા,
Spread the love

સુરતના ભાગળમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં લોકો એકઠા થયા,
જય શ્રી રામના લોકોએ નારા લગાવ્યા
વિશ્વગુરુ નહીં ચાહીએ, દેશ કી ઈજ્જત વાપસ ચાહિયેના બેનર લઇ નીકળ્યા

કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા.

કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા અને બેનરમાં લખ્યું હતું કે, ‘વિશ્વગુરુ નહીં ચાહીએ, દેશ કી ઈજ્જત વાપસ ચાહિયે’, જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતની ડીસીબી ક્રાઈમ બ્રાંચ પણ પહોંચી ગઈ હતી અને વિરોધ પ્રદર્શન અટકાવવાની ફરજ પડી હતી. આ સમયે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલ છે. આ અમાનુષી કૃત્યના વિરોધમાં સુરતમાં દરેક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ વિરોધ નોંધાવી રહી છે તો ઠેર ઠેર કેન્ડલ માર્ચ પણ કાઢી મૃતકોને શ્રધાંજલિ પાઠવી રહ્યાં છે. આતંકી હુમલાના દેશભરમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે અને લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે મોદી સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version