Site icon hindtv.in

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં અપૂરતા ભાવથી ખેડૂતોમાં રોષ

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં અપૂરતા ભાવથી ખેડૂતોમાં રોષ
Spread the love

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં અપૂરતા ભાવથી ખેડૂતોમાં રોષ
વર્તમાન બજાર ભાવ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા
ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચવા મજબૂર
મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો

જસદણના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં જ ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે વર્તમાન બજાર ભાવ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચવા મજબૂર થવું પડી રહ્યું છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં હાલમાં ખેડૂતોને ઓપન માર્કેટમાં પ્રતિ મણ 300 થી લઈ 400 સુધીના ઓછા ભાવ મળી રહ્યા છે, જે સીધી રીતે તેમની મહેનત પર અસર કરે છે. ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે આ ઓછા ભાવ તેમની ખેતીના ખર્ચને પણ આવરી શકતા નથી. જસદણના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં જ ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે, હાલ ઓછા બજાર ભાવથી ખેડૂતોને થતા નુકસાનને અટકાવવા પગલાં લેવાવા જોઈએ. આગેવાનોએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો રોષ વધુ ઉગ્ર બની શકે છે, વિરોધ પ્રદર્શનો થઈ શકે છે. બજારમાં ભાવ પ્રતિ મણ 700 થી 1000 ની આસપાસ ચાલી રહ્યા છે. સરકારે ટેકાનો ભાવ 1452 પ્રતિ મણ જાહેર કર્યો છે. આથી, ખેડૂતોને 300 થી 400 નું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને ખેતી ખર્ચ, મજૂરી, અન્ય ખર્ચાઓને પહોંચવા માટે પૂરતા ભાવ મળતા નથી, જેથી તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા ખેડૂતો ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે, કારણ કે તેમને તાત્કાલિક પૈસાની જરૂર છે, એક તરફ સારો પાક છે અને બીજી તરફ તેનું પૂરતું વળતર મળતું નથી નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, આગામી દિવસોની અંદર દિવાળી, દશેરા સહિતના તહેવારો આવી રહ્યા છે. જેમાં ખેત મજૂરી કરતા મજૂરોને મજૂરી ફરજિયાત ચૂકવવી પડી રહી છે ત્યારે આ ચૂકવણી માટેના પૈસા ખેડૂતો પાસે નથી, દિવાળીનો સમય હોવાથી ખાતર, બિયારણ, દવા માટે ખેડૂતોને ચુકવણી કરવાનો સમય હોવાથી સરકાર આ મામલે કોઈપણ યોગ્ય નિર્ણય કે કાર્યવાહી કરે તે જરૂરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version