Site icon hindtv.in

માંડવી પોલીસ તંત્રદ્વારા બકરીઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ

માંડવી પોલીસ તંત્રદ્વારા બકરીઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ
Spread the love

માંડવી પોલીસ તંત્રદ્વારા બકરીઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ
પી.આઈ જયેશભાઈ વળવીના અધ્યક્ષ અને યોજાઈ મીટીંગ

માંડવી પોલીસ તંત્રદ્વારા બકરીઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. આ મિટિંગ માંડવી પોલીસ સ્ટેશ ના પી.આઈ જયેશભાઈ વળવી ના અધ્યક્ષ અને યોજાઈ હતી.

આજ રોજ માંડવી પોલીસ તંત્ર ખાતે બકરી ઈદના તહેવાર નિમિત્તે માંડવી પોલીસ તંત્રના પી.આઈ જયેશભાઈ વળાવીના અધ્યક્ષ સ્થાને આ મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પી.આઈ જયેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે જે અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય એ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ માંડવી નગરમાં સીસીટીવી કેમેરા તથા ટ્રાફિક સમસ્યા અને અંગે રજૂઆત કરવામાં આવી હતી જેનો ચુસ્તપણે અમલ કરવા અંગે માંડવીના પી.આઈ જયેશભાઈ વળવી એ જણાવ્યું હતું. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટો દરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલ કુમાર રબારી, દંડક પીનાલીબેન ઉપાધ્યાય, તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી ઉપપ્રમુખ વિપુલભાઈ શાહ તેમજ કોર્પોરેટર અંજુમભાઈ સૈયદ, મુસ્લિમ સમાજ ના અગ્રણી સમીરબાવા હિન્દુ મુસ્લિમ બંને કોમોના બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા..

Exit mobile version