Site icon hindtv.in

નવરાત્રી ઉત્સવ પહેલા માંડવીમાં શાંતિ સમિતિની બેઠક

નવરાત્રી ઉત્સવ પહેલા માંડવીમાં શાંતિ સમિતિની બેઠક
Spread the love

નવરાત્રી ઉત્સવ પહેલા માંડવીમાં શાંતિ સમિતિની બેઠક
એએસપી અક્ષેશ એન્જિનિયરની અધ્યક્ષતામાં સુરક્ષા અને વ્યવસ્થા પર ચર્ચા થઈ

માંડવી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે કેસરિયા રંગ રાત્રી તેમજ હિન્દુ સનાતન ધર્મ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરેલ છે પવિત્ર તહેવાર નવરાત્રી ઉત્સવને ધ્યાનમાં રાખી માંડવી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક એએસપી અક્ષેશ એન્જિનિયર ના અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી.

માંડવી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સનાતન ધર્મ દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવ તેમજ રિવરફ્રન્ટ ખાતે યોજાનારી કેસરિયા રંગ રાત્રી નવરાત્રી અંગે સુરક્ષા અને વ્યવસ્થાના વિવિધ મુદ્દાઓ પર માંડવી ડિવિઝન મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ASP અક્ષેશ એન્જિનિયર અને PI જયેશ વાળવી દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ ખાસ કરીને બાઉન્સરોની વ્યવસ્થા , CCTV વ્યવસ્થા તેમજ ગરબા સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોવાથી પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને સ્વયંસેવકોની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકાના પ્રમુખ અમિષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, હિન્દુ ધર્મ જાગરણ મંચના પ્રહલાદસિંહ ખેંગાર, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા…

Exit mobile version