સુરતની પીસીબી પોલીસની ટીમે અડાજણની હદમાં દારૂ પકડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની પીસીબી પોલીસની ટીમે અડાજણની હદમાં દારૂ પકડ્યો
વલસાડના બે બુટલેગરોને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી
બે બુટલેગરો સાવન વિપુલ પટેલ અને જીગર બીરબલ પટેલની ધરપકડ

સુરતની પીસીબી પોલીસની ટીમે કારમાં દારૂની હેરાફેરી કરનાર વલસાડના બે બુટલેગરોને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ કરવા આપેલા આદેશને લઈ પીસીબી પીઆઈ આરએસ સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો મીતેષભાઈ અને રણવીરસિંહને મળેલી બાતમીના આધારે અડાજણ પોલીસ મથકની હદમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય કેબલ સ્ટેઈડ બ્રિજ નાકેથી પસાર થતી મહિન્દ્રા એક્સયુવી કારને આંતરી કારની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કારમાંથી વલસાડના બે બુટલેગરો સાવન વિપુલ પટેલ અને જીગર બીરબલ પટેલની ધરપકડ કરી દારૂનો જથ્થો, કાર, મોબાઈલ ફોન સહિત 12 લાખ 8 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે દારૂ આપનાર પ્રભાત રાજા ટંડેલ અને રાજુ માલીયાને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *