સુરત અઠવામાંથી પીસીબીએ જુગારીઓને ઝડપી પાડ્યા
ઉસ્માની મન્જીલના પાર્કીંગમાંથી જુગાર રમતા 11 જુગારીઓ
3 લાખ 36 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરત પીસીબીની ટીમે બાતમીના આધારે અઠવા પોલીસ મથકની હદમાં સગરામપુરામાંથી જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબુદ કરવા આપેલ આદેશને લઈ પીસીબી પીઆઈ આરએસ સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ સહદેવ અને દિપકને મળેલી બાતમીના આધારે અઠવા પોલીસ મથકની હદમાં સગરામપુરા ચોગાન શેરી, ઉસ્માની મન્જીલના પાર્કીંગમાંથી જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 3 લાખ 36 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

