Site icon hindtv.in

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ પેટ્રોલિંગ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ પેટ્રોલિંગ
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ પેટ્રોલિંગ
ઉત્રાણ પોલીસે લાખોના દારૂ ના જથ્થાને ઝડપી પાડ્યો
કાર ચાલક જાહીદખાન પઠાણની ધરપકડ કરી

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ પેટ્રોલિંગ કડક બનાવનાર સુરતની ઉત્રાણ પોલીસે લાખોના દારૂ સહિતના જથ્થાને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ની સુચનાને લઈ પીઆઈ એચઆર ગૌસ્વામીની ટીમ પીએસઆઈ એનજી પટેલ અને આરડી ધાધલના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અબ્રામા ગામ તરફથી આવતી નિશાન કંપનીની ફોર વ્હીલ કારને આંતરી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી 3 લાખ 39 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાર ચાલક જાહીદખાન પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version