Site icon hindtv.in

પાટીદાર સમાજ ફરી ઈડબ્લ્યુએસને લઈ મેદાને

પાટીદાર સમાજ ફરી ઈડબ્લ્યુએસને લઈ મેદાને
Spread the love

પાટીદાર સમાજ ફરી ઈડબ્લ્યુએસને લઈ મેદાને
ઈડબ્લ્યુએસ નહી મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે
નિવેદનને અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યુ

પાટીદાર સમાજ ફરી ઈડબ્લ્યુએસને લઈ મેદાને આવશે તેમ લાગી રહ્યુ છે. ત્યારે ભાજપ આગેવાન વરૂણ પટેલે ઈડબ્લ્યુએસ નહી મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે તેમ કહી નિસાસો નાંખતા તેમના આ નિવેદનને અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યુ હતું.

ઈ.ડબ્લ્યુ.એસ. નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે. ભાજપના પાટીદાગ નેતા વરુણ પટેલે નિસાસો નાખ્યો હતો. તો વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સમર્થન આપ્યુ હતું. અલ્પેશ કથીરિયા એ જણાવ્યું કે પાટીદારો સહિત અન્ય સમાજ ને ઈ.ડબ્લ્યુ.એસ. મળવું જોઈએ. ભાજપમાં અગ્રણી અને પાટીદાર અનામત આંદોલનના નેતા વરુણ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે તેનામાં અલ્પેશ કથીરિયા એ સુર પુરાવ્યો છે. ઈ.ડબ્લ્યુ.એસ. અનામત મળવું જોઈએ. આ મામલે હાઇકોર્ટમાં પીટીસન દાખલ કરાઈ છે. ઈ.ડબ્લ્યુ.એસ. લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં લાભ મળશે. વહેલી તકે રાજકારણમાં અનામત મળવું જોઈએ.

પાટીદાર અગ્રણી વરુણ પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં કહ્યું છે કે, તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી છે. આ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાશ છે. વરુણ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પહેલાં ઇડબલ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે. અને દૂરબિન લઈને જોશો તોય ક્યાંય નહીં દેખાય. આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે તેમ કહ્યુ હતું.

Exit mobile version