સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે પાથરણાવાળાઓની રજુઆત
ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર પાથરણાવાળાઓ પહોંચ્યા
સતત થઈ રહેલી હેરાનગતિનો આક્ષેપ કર્યો
સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર લારી ગલ્લાવાળાઓ અને પાથરણાવાળાઓ રજુઆત કરવા પહોંચ્યા હતાં. અને સતત થઈ રહેલી હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો.
સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે લારી અને પાથરણાવાળાઓ ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર પોહય્યા હતાં. અને સતત થઇ રહેલ હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. સુરત મનપાની ટીમ અને પોલીસ અંદરથી પણ સામાન ઉંચકી જાય છે જેથી કામ ધંધો કરવા દેવા માટે રજુઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં રજુઆત કરવા પહોંચેલા લોકોએ પાલિકા કર્મીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા હતાં. અને ન્યાયની માંગ સાથે કામકાજ કરવા દેવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી

