Site icon hindtv.in

પાટણ નગરપાલિકાની કતલખાના સામે કાર્યવાહી.

પાટણ નગરપાલિકાની કતલખાના સામે કાર્યવાહી.
Spread the love

પાટણ નગરપાલિકાની કતલખાના સામે કાર્યવાહી.
નગરપાલિકાએ 40 કતલખાના સીલ કરવા આપી નોટિસ.
31 ડિસેમ્બરે પોલીસ બંદોબસ્ત સાથે કરાશે કાર્યવાહી

પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા 50 થી વધુ ગેરકાયદેસર કતલખાના સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી આગામી 31મી ડિસેમ્બરે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે.

પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા 50 થી વધુ ગેરકાયદેસર કતલખાના સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા ખાટકી વાડો, બુકડી અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવા ગેરકાયદેસર એકમો કાર્યરત છે. અગાઉ આ વેપારીઓને તેમના યુનિટ અન્ય સ્થળે ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં પાલિકાએ 50 થી વધુ માંસ-મટન વેચતી દુકાનોને સીલ મારવા માટે નોટિસ ફટકારી છે. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અન્વયે પાટણના આવા તમામ બિનઅધિકૃત સ્લોટર યુનિટ આગામી 31મી ડિસેમ્બરે બંધ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મામલે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થઈ હતી, જેના પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીલિંગની પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત સાથે પૂર્ણ કરવામાં આવશે.

પાટણ નગરપાલિકાએ આશરે પાંચ માસ પૂર્વે તમામ સ્લોટર યુનિટ ધારકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને GPCB ના નોર્મ્સ મુજબ યુનિટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. જોકે, સંચાલકોએ સુધારા કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. હાલમાં કાર્યરત અનેક યુનિટ પાસે ફૂડ એન્ડ સેફ્ટી લાયસન્સ પણ ઉપલબ્ધ નથી. આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમોના ઉલ્લંઘન અને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી PIL NO. 133/2021ના સંદર્ભમાં રાજ્યની તમામ નગરપાલિકાઓને ગેરકાયદેસર માંસની દુકાનો અને કતલખાના બંધ કરવાના આદેશના ભાગરૂપે કરવામાં આવી રહી છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આવા એકમોને નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version