Site icon hindtv.in

સુરત રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં મુસાફરોના મોબાઇલ ફોનની ચોરી

સુરત રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં મુસાફરોના મોબાઇલ ફોનની ચોરી
Spread the love

સુરત રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં મુસાફરોના મોબાઇલ ફોનની ચોરી
મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા
મોંઘાદાટ 9 મોબાઈલ ફોન કબ્જે કર્યા

વડોદરા પશ્ચિમ રેલવે જીઆરપી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં મુસાફરોના મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડીને મોંઘાદાટ 9 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતાં.

રેલ્વે એલસીબી વડોદરાના પીઆઈ ટીવી પટેલની ટીમ પીએસઆઈ આરએ જાડેજા સાથે સુરત રેલ્વે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી ત્યારે પોકો નિલેશભાઈને મળેલી બાતમીના આધારે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવી મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ બે આરોપીઓ રેહાન ઉર્ફે ટટ્ટુ જહુદ શેખ અને આદલ જહાંગીર મલેકને ઝડપી પાડ્યા હતાં. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ટ્રેનોમાં મુસાફરોના મોબાઇલ ફોન ચોરી કરવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી વિવિધ કંપનીના 1 લાખ 45 હજારથી વધુના મોંઘાદાટ 9 મોબાઇલ ફોન કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version