Site icon hindtv.in

નાનપુરામાં જર્જરિત એપાર્ટમેન્ટના આઠમા માળેથી સ્લેબનો ભાગ પડ્યો

નાનપુરામાં જર્જરિત એપાર્ટમેન્ટના આઠમા માળેથી સ્લેબનો ભાગ પડ્યો
Spread the love

નાનપુરામાં જર્જરિત એપાર્ટમેન્ટના આઠમા માળેથી સ્લેબનો ભાગ પડ્યો
બહુમાળી પાછળ જર્જરિત બિલ્ડિંગમાં સ્લેબ પડતા સ્થાનિકોમાં ફફડાટ
સદનસીબે સ્લેબ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

સુરતના નાનપુરા વિસ્તારમાં બહુમાળી પાછળ આવેલા એક જર્જરિત એપાર્ટમેન્ટના આઠમા માળેથી સ્લેબનો નાનો ભાગ નીચે પડતા આખા વિસ્તારમાં ડર જોવા મળ્યુ હતું. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

સુરતના નાનપુરા વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા હોય તેમ બહુમાળી પાછળ આવેલા એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી સ્લેબનો નાનો ભાગ ધરાશાયી થયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બિલ્ડિંગની જર્જરિત હાલતને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે સ્લેબનો ભાગ પડવા છતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી ન હતી. જો સ્લેબનો મોટો ભાગ ધરાશાયી થયો હોત અથવા કોઈ વ્યક્તિ તેની ઝપેટમાં આવી હોત તો જવાબદારી કોની હોત? હવે સવાલ એ છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી સમયસર તપાસ અને કાર્યવાહી કરશે?

Exit mobile version