સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાના ગુનામાં પેરોલજામીન
પેરોલ પર આવી મૃતકની પત્નિને ધમકી આપનાર આરોપી
એસઓજીએ આરોપીનો વરઘોડો કાઢી માફી મંગાવી
સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાના ગુનામાં ઝડપાયા બાદ પેરોલ પર આવી મૃતકની પત્નિને ધમકી આપનાર આરોપીઓનું એસઓજીએ લાલગેટ પોલીસ સાથે મળી વરઘોડો કાઢી માફી મંગાવી હતી.
સુરતમાં ગુનેગારો શાન ઠેકાણે પાડવા પોલીસ 24 કલાક રેડી હોય છે. ત્યારે સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ જેલમાંથી પેરોલ પર આવેલા આરોપીએ મૃતકની પત્નિને ધમકી આપી હોય જે મામલે લાલગેટ પોલીસમાં ફરિયાદ કરાતા લાલગેટ પોલીસ અને એસઓજીના ડીસીપીની આગેવાનીમાં આરોપીનુ વરઘોડો કઢાયો હતો. અને આરોપીઓએ બે હાથ જોડી માફી માંગી હતી.
