સુરતના વેલંજા ગામમાં અંઘશ્રદ્ધાની આડમાં પૈસા પડાવવાનો ધંધો કરતા હતા માતા પિતા
3 વર્ષની ઉંમરે દિકરીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂણતા શીખવ્યું
આખા ધતીંગનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરાયા
સુરતમાં ઉભા થયેલા ભુઈમા કિસ્સાએ સમાજને ચિંતામાં મુકી દીધો છે. તો 10 વર્ષથી માતા-પિતા બાળકીને માતાજીનો અવતાર જાહેર કરી ધુણતા શિખવ્યા બાદ લોકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનુ સામે આવ્યુ છે. આ આખા ધતીંગનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરાયા છે.
સુરત ભૂઈમાનો સમાજ માટે આઘાતજનક સાથે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. સુરતના વેલંજામાં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું હતું. 3 વર્ષની ઉંમરે દિકરીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂણતા શીખવ્યું હતું. તો છેલ્લા 10 વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે છેતરપિંડી કરાતી હતી. જાથા સમક્ષ ભુઈ જાનુમા ત્રણ વાર રડીને મારે ધૂણવુ નથી, માતા-પિતાની દબાણથી કરુ છું તેમ કહ્યુ હતુ. તો ભુઈએ ધૂણવાનું બંધ કરતાં માતા-પિતાએ ઢોર માર મારી ઈજા પહોંચાડી હોવાનુ પણ જણાવ્યુ હતું. ભુઈની માતાએ સાત સંતાનને જન્મ આપ્યો તેમાંથી ચાર જીવિત છે. નિઃસંતાનને દિકરી આપી મોટી રકમ પડાવી હતી. જો કે હાલ ધતિંગના પર્દાફાશ થતા દંપતીએ છેતરપિંડી સાથે ધતિંગલીલા બંધની જાહેરાત કરી છે. જાથાએ પોલીસ કમિશ્નર અનુપમસિંગ સહિત અધિકારીઓનો આભાર માન્યો હતો. જ્યારે વિજ્ઞાન જાથાનો આ સફળ 1278 મો પર્દાફાશ છે તેમ કહ્યુ હતું.

