Site icon hindtv.in

અમરોલી બ્રિજ પર ચાલુ બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરી

અમરોલી બ્રિજ પર ચાલુ બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરી
Spread the love

અમરોલી બ્રિજ પર ચાલુ બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરી
સુરતમાં દોડતા વાહનોમાં આગની વધુ એક ઘટના સામે આવી
ચાલકે સમયસર બાઈક છોડતા મોટી દુર્ઘટના ટળી
અમરોલી બ્રિજ પર આગ લાગતા લોકોમાં ભયનો માહોલ

સુરતમાં દોડતા વાહનોમાં આગની ઘટનાઓ યથાવત હોય તેમ અમરોલી બ્રિજ પર ચાલુ બાઈકમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

સુરતમાં દોડતા વાહનોમાં આગની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ત્યારે અમરોલી બ્રિજ પર બપોરના સમયે એક બાઈકમાં આગ લાગી હતી. કતારગામથી અમરોલી તરફ જતા બ્રિજ પર એક યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ એન્જિન ભાગમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. ચાલક કંઈ સમજે તે પહેલાં જ પળભરમાં તણખા સાથે આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. લોકોએ પોતાના વાહનો દૂર કર્યા હતાં. તો બાઈક સવાર યુવાન સમયસુચકતા વાપરી ગાડી પરથી ઉતરી જતા જનહાની ટળી હતી. જો કે બાઈક માં લાગેલી આગને લઈ અફરા તફરી જોવા મળી હતી.

Exit mobile version