Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકાના બોમ્બે માર્કેટ ખાતે હોબાળો

સુરત મહાનગર પાલિકાના બોમ્બે માર્કેટ ખાતે હોબાળો
Spread the love

સુરત મહાનગર પાલિકાના બોમ્બે માર્કેટ ખાતે હોબાળો
કચરા ડેપો પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો
એક સાથે 200 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા

સુરત મહાનગર પાલિકાના બોમ્બે માર્કેટ ખાતે આવેલા કચરા ડેપો પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો.

સુરતના બોમ્બે માર્કેટ એસએમસી કચરા ડેપો પર કર્મચારીઓનો ભારે હોબાળો મચાવ્યો હતો. નવા કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી સેવા આપતા 200 થી વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન 15 વર્ષથી કર્મચારીઓ કામ કરી રહ્યા હતાં. નવા કોન્ટ્રાક્ટર દ્વારા એક સાથે 200 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેતા નોકરી પર ફરી લેવા માંગ કરાઈ હતી. કર્મચારીઓ છેલ્લા 15થી 20 વર્ષથી ડોર-ટુ-ડોર કચરાની ગાડી પર કામ કરી રહ્યા હતાં. અને આગામી 25 તારીખથી નોકરી પર ન આવવા આદેશ કરી દેવાયો છે. તો વિરોધ કરી રહેલા કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવા આવી રહ્યો છે. કર્મચારીઓને ધમકાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવાયો હતો.

Exit mobile version