Site icon hindtv.in

સુરતના વરાછાના પોદ્દાર આર્કેડમાં હોબાળા

સુરતના વરાછાના પોદ્દાર આર્કેડમાં હોબાળા
Spread the love

સુરતના વરાછાના પોદ્દાર આર્કેડમાં હોબાળા
100 રૂપિયામાં બ્લૂટૂથ આપવાની જાહેરાત બાદ હોબાળાનો મામલો
બંધ બ્લૂટૂથ મળતાં રૂપિયા પરત માંગવા ગયેલા ગ્રાહક સાથે મારામારી

સુરતના વરાછાના પોદ્દાર આર્કેડમાં માત્ર 100 રૂપિયામાં બ્લૂટૂથ આપવાની જાહેરાત બાદ હોબાળાનો મામલો સામે આવ્યો છે. જેમાં બંધ બ્લૂટૂથ મળતાં રૂપિયા પરત માંગવા ગયેલા ગ્રાહક સાથે મારામારી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદ્દાર આર્કેડમાં 100 રૂપિયામાં બ્લૂટૂથ વેચવાની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રાહકોએ ખરીદી કર્યા બાદ કેટલાક બ્લૂટૂથ બંધ હાલતમાં નીકળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ એક ગ્રાહક રૂપિયા પરત માંગવા પહોંચતા ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાયરલ વીડિયોમાં ત્રણથી ચાર વ્યક્તિઓ ગ્રાહકને માર મારતા જોવા મળે છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે.

Exit mobile version