Site icon hindtv.in

વડવા પાળીયાધારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરી

વડવા પાળીયાધારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરી
Spread the love

વડવા પાળીયાધારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરી
જૂના મકાનના રીનોવેશન દરમિયાન અચાનક મકાન તૂટી પડ્યું
મકાન ધરાશાયી થતાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી

ભાવનગર શહેરના વડવા પાળીયાધાર વિસ્તારમાં બે માળનું જુનવાણી જર્જરીત મકાન એકાએક ધરાશાયી થતા આ મકાનમાં બે વ્યક્તિઓ દબાયા હતા જેને લોકો તથા ફાયર બ્રિગેડની ટીમ એ સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા પાળીયાધાર વિસ્તારમાં રાજેન્દ્ર વ્રજલાલ વ્યાસ નામના વૃદ્ધ બહુમાળી મકાન ધરાવે છે આ મકાન વર્ષો જૂનું અને જર્જરીત હાલતમાં હોય આ મકાનની બાજુમાં અન્ય એક મકાનનું રીનોવેશન કામ ચાલી રહ્યું હોય દરમિયાન બપોરના સમયે વૃદ્ધ રાજેન્દ્રભાઈ છાશ લઈને પોતાના ઘરમાં પ્રવેશ્યા હોય એ દરમિયાન ધડાકાભેર મકાન તૂટી પડ્યું હતું મકાન માલિક જયેન્દ્ર નંદલાલ ની માલિકીનું મકાન હોવાનું જાણવા મળ્યું છે આ મકાન તૂટી પડતા વૃદ્ધ રાજેન્દ્રભાઈ તથા રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મકાનના કાટમાળ તળે દબાઈ જતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી જેમાં ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર આવે એ પહેલા જ લોકોએ વૃદ્ધને સલામત રીતે બહાર કાઢીને બચાવી લીધા હતા જ્યારે રાજેશ ચૌહાણને ફાયર બ્રિગેડની ટીમ એ કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ તથા પીજીવીસીએલ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Exit mobile version