સુરતના સચિનમાં મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી
A to Z હોસ્પિટલ ઉપર આવેલા મકાનમાં આગની ઘટના
ઉપરના માળે આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ
સુરતના સચિન વિસ્તારમાં એ ટુ ઝેડ હોસ્પિટલ ઉપર આવેલા મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનના ઉપરના માળે આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સુરતના સચિન વિસ્તારમાં એ ટુ ઝેડ હોસ્પિટલ ઉપરના એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઉપરના માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે સચિન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ કરાઈ રહી છે. તો આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો.

