Site icon hindtv.in

સુરતની પાલ પોલીસે રીઢા આરોપીને ઝડપી પાડ્યો

સુરતની પાલ પોલીસે રીઢા આરોપીને ઝડપી પાડ્યો
Spread the love

સુરતની પાલ પોલીસે રીઢા આરોપીને ઝડપી પાડ્યો
એમડી ડ્રગ્સના એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી
આરોપી જીશાન ઈમરાન સૈયદને ઝડપી પાડયો

સુરતની પાલ પોલીસે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા અને ઘણા સમયથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર બારવાલ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ બીએ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમાર સાથે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી હતી ત્યારે પાલ પોલીસ મથકમાં અગાઉ ઝડપાયેલા એમડી ડ્રગ્સના એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા રાંદેર ખાતે રહેતા જીશાન ઈમરાન સૈયદને ઝડપી પાડી તેને સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version