સુરતની પાલ પોલીસે કોપર કેબલની ચોરી પકડી
કોપર કેબલની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપ્યા
રીઢા ચોર દાહોદના વણકર સવસિંગ કટારાને ઝડપ્યો
સુરતની પાલ પોલીસે કોપર કેબલની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર બારવાલ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પીએસઆઈ એમવી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ભરત અને અહેકો વેલા તથા હિતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે પાલ પોલીસ મથક વિસ્તારમાંથી કોપર કેબલની ચોરી કરનાર રીઢા ચોર દાહોદના વણકર સવસિંગ કટારાને ઝડપી પાડી તેની પાસેથી 1 લાખનીકિંમતના કોપર વાયરો, લોખંડના કટર, પક્કડ અને ચપ્પુ સહિતની મત્તા કબ્જે કરી હતી.

