Site icon hindtv.in

સુરતની પાલ પોલીસે અકસ્માત કરનાર ડોક્ટરને ઝડપ્યો

સુરતની પાલ પોલીસે અકસ્માત કરનાર ડોક્ટરને ઝડપ્યો
Spread the love

સુરતની પાલ પોલીસે અકસ્માત કરનાર ડોક્ટરને ઝડપ્યો
કાર ચાલક ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરીને ઝડપ્યો
પાલ કેબલ બ્રિજ નાકે બેફામ રીતે કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો

સુરતની પાલ પોલીસે પુર ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી અકસ્માતને અંજામ આપનાર કાર ચાલક ડોક્ટરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમે પાલ કેબલ બ્રિજ નાકે બેફામ રીતે કાર હંકારી થ્રી વ્હીલ ટેમ્પો તથા બે ટુ વ્હીલર ગાડીને ટક્કર મારી અકસ્માતને અંજામ આપનાર ભાઠાગામ ખાતે રહેતા ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version