Site icon hindtv.in

ઓવૈસી પાકિસ્તાન પર ભડક્યા અને ISIS સાથે સરખાવ્યા

ઓવૈસી પાકિસ્તાન પર ભડક્યા અને ISIS સાથે સરખાવ્યા
Spread the love

ઓવૈસી પાકિસ્તાન પર ભડક્યા અને ISIS સાથે સરખાવ્યા
પરમાણુ હુમલાની ધમકી પર વળતો પ્રહાર કરતાં કહ્યું
અમારી સેનાનું બજેટ તમારા દેશના બજેટ કરતાં પણ મોટું

પહેલગામ આતંકવાદી હુમલા અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે કહ્યું- પાકિસ્તાન પોતાને ન્યૂક્લિયર પાવર કહે છે. તેમના નેતાઓ પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા છે. પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે જો તેઓ કોઈપણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારશે, તો કોઈ ચૂપચાપ બેસવાના નથી. તમને તેનો જવાબ મળશે.

ઓવૈસીનું આ નિવેદન પાકિસ્તાની રેલવેમંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપ્યા બાદ આવ્યું છે. અબ્બાસીએ કહ્યું હતું કે અમે ભારત માટે શાહીન, ઘોરી અને ગઝનવી જેવી 130 મિસાઇલો રાખી છે. જો ભારત સિંધુ જળ સંધિ રોકશે, તો અમે તેના શ્વાસ રોકી દઈશું. ભારતે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. સરકાર કોની છે તેનાથી કોઈ ફરક પડતો નથી. આ રીતે આવીને આપણી ભારતીય ભૂમિ પર હુમલો કરવો. ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારવી એ યોગ્ય નથી, તમે ISIS જેવું કામ કર્યુ છે. પાકિસ્તાન સમયની દૃષ્ટિએ ભારતથી અડધો કલાક નહીં, પણ અડધી સદી પાછળ છે. અમારું ડિફેન્સ બજેટ તમારા દેશના બજેટ કરતાં વધુ છે.

અબ્બાસીએ કહ્યું હતું કે પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો બતાવવા માટે રાખ્યાં નથી, પરંતુ અમે દેશભરમાં ઘણી જગ્યાએ પરમાણુ શસ્ત્રો છુપાવી રાખ્યાં છે. અમારી મિસાઇલના નિશાન ભારત તરફ છે. ભારત પણ જાણે છે કે અમારી પાસે પણ શસ્ત્રો છે, તેથી જ તેઓ અમારા પર હુમલો કરી રહ્યા નથી. ભારત પોતાની સુરક્ષામાં રહેલી ખામીઓને સ્વીકારવાને બદલે પહેલગામ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહ્યું છે. ઇસ્લામાબાદ તેની સામે લેવામાં આવતી કોઈપણ આર્થિક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે. હનીફ અબ્બાસીએ પાકિસ્તાન માટે પાણી સપ્લાય રોકવા અને વેપાર સંબંધો સમાપ્ત કરવાના ભારતનાં પગલાંની મજાક ઉડાવી. પાકિસ્તાને ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. આના કારણે, ભારતનો ઉડ્ડયન ઉદ્યોગ માત્ર બે દિવસમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગયો. ભારતને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. જો અમે 10 દિવસ માટે એરસ્પેસ બંધ રાખીશું, તો ભારતીય એરલાઇન્સ નાદાર થઈ જશે.

પહેલગામ હુમલા અંગે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા પછી, પાકિસ્તાની મંત્રીઓ અને અધિકારીઓ સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. 22 એપ્રિલના રોજ, પહેલગામ નજીક બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. તેમાં એક નેપાળી નાગરિક પણ હતો. 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પછી, 23 એપ્રિલે, કેન્દ્ર સરકારે જળ સંધિ મુલતવી રાખવા સહિત 5 મોટા નિર્ણયો લીધા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version