અમરેલીમાં શ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો
ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય વાંઢ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત
અમરેલીના જાફરાબાદના વાંઢથી વરાહસ્વરૂપ રોડને જોડતા રોડ ઉપર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા……
અમરેલીમાં વાંઢથી વરાહસ્વરૂપ એલએન્ડટી કોવાયા જતા રોડ ઉપર શ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો ચાલતા હોય જેને લઈને કાયમિક માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય વાંઢ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી….વાંઢ ગામેના સરપંચ શામળા ભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોય ધ્યાન આપવામાં આવ્યું નથી
તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવાયું હતુ કે તંત્ર દ્વારા આ રોડ ની બન્ને સાઈડ માટી નું પુરાણ પણ નથી કર્યું જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઈડમાં પલટી મારી જતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે .વાંઢ થી વરાહસ્વરુપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવરજવર રહેતી હોય છે ..
વાંઢથી વરાહસ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી….વાંઢ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કામ માટે જતા કર્મચારીઓને આ ટ્રાફિક ની સમસ્યાનો સામનો કરવો પડે છે….

