Site icon hindtv.in

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026 માં ઉત્કૃષ્ટ દેખાવ

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026 માં ઉત્કૃષ્ટ દેખાવ
Spread the love

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026 માં ઉત્કૃષ્ટ દેખાવ
ઉધના ફાયર સ્ટેશનના સબ ઓફિસરનો ઉત્કૃષ્ટ દેખાવ
સ્ટેર રેસ સ્પર્ધામાં 23 માળની ઈમારત ઉપર 5 મિનિટ 35 સેકન્ડમાં ચડ્યા

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026 માં ઉધના ફાયર સ્ટેશનના સબ ઓફિસરનો ઉત્કૃષ્ટ દેખાવ થયો હતો. અને સ્ટેર રેસ સ્પર્ધામાં 23 માળની ઈમારત ઉપર 5 મિનિટ 35 સેકન્ડમાં ચઢી સુરતના ફાયર સબ ઓફિસરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026માં સુરતના ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 48 વર્ષીય સબ ઓફિસર નરોત્તમ કે. ખલાસીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી સુરત શહેર તેમજ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનું ગૌરવ વધાર્યું છે. તેમણે સ્ટેર રેસ સ્પર્ધામાં 23 માળની ઇમારત માત્ર 5 મિનિટ 35 સેકન્ડમાં ચઢીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી 2300 જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં કઠિન તાલીમ, દમદાર શારીરિક ક્ષમતા અને અડગ મનોબળના સૌએ દર્શન કરાવ્યા હતા. સુરત ફાયર વિભાગના અધિકારી-સહકર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવી, ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટેર રેસ સ્પર્ધા ફાયર સર્વિસની સૌથી પડકારજનક સ્પર્ધા છે. સંપૂર્ણ ફાયર ફાઈટિંગ ગિયર સાથે ઊંચી ઇમારતની સીડીઓ સમયમર્યાદામાં ચઢવી એ ફાયર કર્મચારીઓની ફિટનેસ, સહનશક્તિ અને ફરજ પ્રત્યેની તૈયારીનો પરિચય આપે છે. આ સિદ્ધિ અંગે સબ ઓફિસર નરોત્તમ કે. ખલાસીએ જણાવ્યું હતું કે, ફાયર સર્વિસની નોકરીમાં ફિટનેસ અને શિસ્ત અત્યંત મહત્વની છે. રોજિંદી તાલીમ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાએ મેડલ અપાવ્યો છે. આ મેડલ હું મારી ટીમ અને સુરત શહેરને સમર્પિત કરું છું.

Exit mobile version