Site icon hindtv.in

ભાવનગર પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે બહેનોનો આક્રોશ

ભાવનગર પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે બહેનોનો આક્રોશ
Spread the love

ભાવનગર પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે બહેનોનો આક્રોશ
‘લાંચ આપો તો જ છોકરાઓને છોડીશ’
પોલીસકર્મી સામે ગંભીર આક્ષેપો

ભાવનગર પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા આવેલી મહિલાઓ અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થયુ હતું જેમાં શહેરન મેલડીમાની ધાર મફતનગર વિસ્તારના રહેવાસી શાંતાબેન કેશુભાઈ ચુડાસમા અને અન્ય મહિલાઓએ સ્થાનિક પોલીસકર્મી રઘુભાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત મહિલાનું કહેવું છે કે જો તેમના નિર્દોષ સંતાનોને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેશે.

ભાવનગરમાં ન્યાય માટે થયેલા ઘર્ષણ મામલે શાંતાબેનના જણાવ્યા હતું કે, ગઈકાલે તેમના પાડોશમાં રહેતા છોકરાઓ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. માનવતાના નાતે શાંતાબેન અને તેમના દીકરાઓ આ ઝઘડો શાંત પાડવા વચ્ચે પડવા ગયા હતા. જો કે, સામેવાળા પક્ષે પોલીસમાં જઈને શાંતાબેનના આખા પરિવાર વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી, શાંતાબેન પોતે નિર્દોષ હોવાથી તેઓ ફરિયાદ કરવા ગયા ન હતા, જેનો ગેરલાભ પોલીસ અને સામેવાળા પક્ષે ઉઠાવ્યો હોવાનો આક્ષેપ છે, ​મહિલાઓનો આરોપ છે કે રઘુભાઈ નામના પોલીસકર્મીએ ગઈકાલ સાંજના 6:00 વાગ્યાથી તેમના છોકરાઓને પોલીસ સ્ટેશનમાં પૂરી રાખ્યા છે છોકરાઓને અને તેમની માતાને ગઈકાલથી પાણી કે અન્નનો એક દાણો પણ આપવામાં આવ્યો નથી.

શાંતાબેને આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મી રઘુભાઈ કહી રહ્યા છે કે, “પૈસા દે ને, તો તારા છોકરા છોડું નકર નો છોડું.” શાંતાબેનને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા અને ગઈકાલે તેમને ધોકો લઈને મારવા દોડ્યા હતા, જેના કારણે તેમની તબિયત બગડતાં દવાખાને દાખલ કરવા પડ્યા હતા, પોલીસ સ્ટેશનની અંદરની ગેરરીતિનો વિડીયો ઉતારવાનો પ્રયાસ કરતાં પીડિત મહિલાઓનો ફોન પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. “મારી માંગણી એટલી જ છે કે મારા છોકરાઓને છોડો અને ન્યાય આપો. જો પોલીસવાળા મારા છોકરાઓને નહીં છોડે, તો હું અહીંયા જ પોલીસ સ્ટેશનમાં દવા પી જઈશ ને મરી જઈશ.

Exit mobile version