ભાવનગર કોલેજ દ્વારા ઓરિએન્ટેશન 2026 નું આયોજન
Udaan From Dreams to Destination” થીમ
ભાવનગરમાં નંદકુંવરબા મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા Udaan From Dreams to Destination” થીમ સાથે ઓરિએન્ટેશન 2026નું આયોજન
ભાવનગર નંદકુંવરબા મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી, વ્યક્તિત્વ વિકાસ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી Orientation 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. Udaan From Dreams to Destination થીમ આધારિત આ ત્રણ દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન તા. 11, 12 અને 13 ઓગસ્ટ, 2026 દરમિયાન આયોજન કરવામાં આવ્યું જેમાં આજરોજ ઘોઘાના દિલીપસિહજી ગોહિલ ભૂતપુર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં હતા અને ડો. નિયતીબેન પંડ્યા EC member of MKUB દ્વારા આર્ટસ વિષય સાથે જોડાયેલી વિવિધ શૈક્ષણિક અને કારકિર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
..

