Site icon hindtv.in

માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન

માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન
Spread the love

માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન
કથાના આયોજનથી ભક્તિમય માહોલ સર્જાયો
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથામાં જોડાયા

માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે ભક્તિમય માહોલમાં શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન

માંડવી નગરના તાપી રિવરફ્રન્ટ ખાતે શ્રી સવા લાખ અક્ષત શિવ મહાપુરાણ કથાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. ગત ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો.. આ પ્રસંગે હનુમાનજી ના મંદિરે થી બ્રાહ્મણ ફળિયા ખાતેથી વાજતે-ગાજતે ભવ્ય કલશયાત્રા કાઢવામાં આવી હતી.જે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કથાસ્થળે પહોંચી હતી. આ ધાર્મિક મહોત્સવમાં મધ્યપ્રદેશના સેંધવાના જાણીતા કથાકાર પંડિત લલિતજી નાગર પોતાની સંગીતમય શૈલીમાં શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે. તા. ૨૫ નવેમ્બરથી ૧ ડિસેમ્બર, ૨૦૨૬ સમય દરરોજ બપોરે 3 થી સાંજે 6 સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. નૈનેશભાઈ કનેયાલાલ શુક્લ તથા પરિવાર, કાશીવિશ્વનાથ મહાદેવ અને શિવપ્રેમી ભક્તગણના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મહોત્સવમાં માંડવી નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ભાવિક ભક્તોને ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Exit mobile version