Site icon hindtv.in

લીંબડીમાં શાળા પ્રવેશોત્સવ 2026 નું આયોજન

લીંબડીમાં શાળા પ્રવેશોત્સવ 2026 નું આયોજન
Spread the love

લીંબડીમાં શાળા પ્રવેશોત્સવ 2026 નું આયોજન
ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનુ આયોજન

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આવેલ મહેમાનો સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા

હાલ ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવ 2026 ચાલી રહ્યો છે ત્યારે કોઈ બાળકો ધોરણ પહેલામા અને કોઈ બાળકો પ્રાથમિક શાળામાથી માધ્યમિકમાં શાળામાં પ્રથમ પગલું માંડતા હોય છે અને બાળકોનો શાળામાં ઉત્સાહ વધે અને નવી શાળામા બાળક આવતું થાય અને અભ્યાસનો સ્તર ઉંચો આવે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવે છે ત્યારે શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે પણ ધોરણ 9 અને 11 ના વિધાર્થીઓનો શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય અને પ્રાર્થના કરી આવેલ મહેમાનો BRC દેવરાજ સિંધવ, નર્મદા અધિક્ષક ઈજનેર પી.એમ.રાઠીનુ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આજ શાળાના શિક્ષક સી.પી.બાવળીયાનુ દાતા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમા આવેલ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના હિતાર્થે સંબોધન કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમ શાળાના આચાર્ય કે.બી.ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ રાષ્ટ્રીય ગીત નું ગાન કરી વૃક્ષારોપણ કરી સમાપન કરવામાં આવ્યું હતું .

Exit mobile version