Site icon hindtv.in

સુરતમાં અનોખા ફેશન શોનું આયોજન

સુરતમાં અનોખા ફેશન શોનું આયોજન
Spread the love

સુરતમાં અનોખા ફેશન શોનું આયોજન
ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિને સમર્પિત ફેશન શો
સરસાણા ખાતે યોજાનાર ગ્રાન્ડ ફિનાલે ફેશન શો

સુરતમાં ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિને સમર્પિત એક અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. તુલસી વિવાહ ફેશન સ્ટુડિયો દ્વારા સરસાણા ખાતે યોજાનાર ગ્રાન્ડ ફિનાલે ફેશન શોમાં પરંપરા અને ગ્લેમરનો અદભુત સમન્વય જોવા મળશે.

તુલસી વિવાહ ફેશન સ્ટુડિયો દ્વારા 20 જૂન, 2026ના રોજ સુરતના સરસાણા વિસ્તારમાં ભવ્ય ગ્રાન્ડ ફિનાલે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શોની વિશેષતા એ છે કે તેમાં પશ્ચિમી સંસ્કૃતિને બદલે માત્ર ભારતીય અને ગુજરાતી પરંપરાગત વસ્ત્રોને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.રેમ્પ પર ભાગ લેનારા તમામ મોડેલ્સ સાડી સહિતના ભારતીય સાંસ્કૃતિક પરિધાનોમાં રેમ્પ વોક કરશે. સાથે જ સામાન્ય ફેશન શોની જેમ બોલીવુડ ગીતોની જગ્યાએ ગુજરાતી લગ્નગીતોનું લાઈવ પ્રસ્તુતિ કરવામાં આવશે. જાણીતા ગાયક કલાકારોના જીવંત સંગીત વચ્ચે મોડેલ્સ રેમ્પ વોક કરી ગુજરાતી સંસ્કૃતિની અનોખી ઝાંખી રજૂ કરશે.તુલસી વિવાહ ફેશન સ્ટુડિયોના ઓનર ગૌરવ સુરાણી અને અક્ષય શિંગાળાના જણાવ્યા મુજબ, ગુજરાતી સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી આ પ્રકારનો ફેશન શો વિશ્વમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે.

કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે વધુ નજીક લાવવાનો અને ભારતીય પરંપરાનું ગૌરવ વધારવાનો છે.ફેશન, સંગીત અને સંસ્કૃતિના આ અનોખા સંગમને માણવા શહેરના નાગરિકો, ફેશન પ્રેમીઓ અને સંસ્કૃતિપ્રેમીઓને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Exit mobile version