Site icon hindtv.in

કામરેજના નનસાડમાં સમૂહલગ્નનું આયોજન

કામરેજના નનસાડમાં સમૂહલગ્નનું આયોજન
Spread the love

કામરેજના નનસાડમાં સમૂહલગ્નનું આયોજન
21 આદિવાસી યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા,
સાંસદ-ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

કામરેજ તાલુકા હળપતિ – આદિવાસી સેવા સમીતી દ્વારા કામરેજના નનસાડ ગામ ખાતે સમુહ લગ્નનુ આયોજન કરવામા આવ્યુ જેમા 21 યુગલઓએ પ્રભુતામા પગલા માંડ્યા હતા .

દિવસે દિવસે મોંઘવારી વધવાની સાથે લગ્ન જેવા માંગલિક પ્રસંગોનો ખર્ચ પણ વધી રહ્યો છે. ત્યારે સમૂહ લગ્ન એક સારો વિકલ્પ સાબીત થઈ રહ્યો છે ગરીબ માં બાપ પોતાની લાડકવાઈ દીકરીને પરણાવવા ખૂબ મોટા દેવામાં ડૂબી જાય છે. કામરેજ તાલુકા હળપતી આદિવાસી સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્ન કરાવી ગરીબ આદિવાસી દીકરીઓને પ્રભુતામા પગલા ભરવા માટે ભગીરથ કાર્ય કર્યું છે. સાથે સાથે બિન જરૂરી કુ રિવાજો માંથી સમાજ મુક્ત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિવિધ સમાજના દાતાઓ દ્વારા નવ વિવાહિત દંપતીને તેમનો નવસંસાર શરૂ કરવા જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ માંગલિક પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપત વસાવા, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહીતના નેતાઓએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે આ શુભકાર્ય કરનાર દલપત રાઠોડ અને તેમના સહયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી…

Exit mobile version