સુરત : ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજક સંમેલન અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો
સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સમારંભ યોજાયો
સમારંભમાં મેયર, ધારાસભ્યો, કલેકટર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા
સુરતમાં શ્રી ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજક સંમેલન અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો જોડાયા હતાં.
શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ આયોજક સંમેલન અને ઈનામ વિતરણ સમારંભનુ આયોજન કરાયુ હતું. 20મી જુલાઈ રવિવારના રોજ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સંમેલન અને ઈનામ વિતરણ સમારંભમાં અધ્યક્ષ તરીકે સ્વામી અંબરીષાનંદજી તો સમારોહના ઉદઘાટક તરીકે આરએસએસના યશવંત ચૌધરી હાજર રહ્યા હતાં. જ્યારે મુખ્ય મહેમાનમાં મેયર દક્ષેશ માવાણી, સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ તથા ધારાસભ્યો, સુરત કલેકટર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતાં.

