Site icon hindtv.in

સુરતના ઓલપાડ વિધાનસભામાં યુવા સંમેલનનું આયોજન

સુરતના ઓલપાડ વિધાનસભામાં યુવા સંમેલનનું આયોજન
Spread the love

સુરતના ઓલપાડ વિધાનસભામાં યુવા સંમેલનનું આયોજન
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 125 મી જન્મજયંતિ નિમિત્તે યુવા સંમેલન
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ હાજરી આપી

સુરતના ઓલપાડ વિધાનસભા મતવિસ્તારના વોર્ડ નંબર 1 માં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 125 મી જન્મજયંતિ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિમેષ માળી સહિતનાઓ હાજર રહ્યા હતાં.

દેશભક્ત ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ઓલપાડ વિધાનસભા મતવિસ્તારના વોર્ડ નંબર 1માં યોજાયેલા યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અનિમેષ માળીએ હાજર રહી જણાવ્યું હતુ કે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનમાંથી ત્યાગ, સંઘર્ષ અને અડગ રાષ્ટ્રભક્તિનો સંદેશ લઈને તેને જન-જન સુધી પહોંચાડવાની જરૂર છે. તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે મુકેશ દેસાઈ, નિલેશ ભાયાણી, કોર્પોરેટર વિજય ભાટિયા, ભાવિશાબેન પટેલ, નયનાબેન ડોબરિયા, ભૂતપૂર્વ કોર્પોરેટર ધનજી ચાવડા તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

Exit mobile version