સુરતના વેસુ ખાતે વંદે માતરમ તટીય સાયક્લોથોન 2026નુ આયોજન
નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં સીઆઈએસએફ દ્વારા કરાયું આયોજન
દેશના 70 થી વધુ એરપોર્ટ, બંદરો અને મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષામાં સીઆઈએસએફ
સુરતના વેસુ ખાતે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં સીઆઈએસએફ દ્વારા વંદે માતરમ તટીય સાયક્લોથોન 2026નુ આયોજન કર્યુ હતું.
વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સીઆઈએસએફ દ્વારા વંદે માતરમ તટીય સાયક્લોથોન 2026નું આયોજન સુરતના વેસુ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કરાયુ હતું. 65 મહિલા જવાનો સહિત કુલ 130 સીઆઈએસએફ જવાનો યાત્રામાં જોડાયા હતાં. સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ સાથે યોજાયેલી આ સાયક્લોથોનમાં જણાવાયુ હતુ કે દેશના 70 થી વધુ એરપોર્ટ, બંદરો અને મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે એરપોર્ટ સુરક્ષામાં સંબંધો કરતા દેશની સુરક્ષા સર્વોપરી છે. યાત્રા દરમિયાન ગામડે-ગામડે સ્વચ્છતા અભિયાન અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ છે. ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે દરિયાકાંઠે જનજાગૃતિનો પ્રયાસ કરાયો છે. કચ્છના લખપત થી શરૂ થયેલી યાત્રા ૩૫૫૨ કિ.મી. અંતર કાપીને કોચીન પહોંચશે. 25 દિવસીય યાત્રા 11 રાજ્યોના દરિયાકાંઠાને આવરી લેશે. સાયક્લોથોનના સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને સીઆઈએસએફ ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કર્યુ હતું.

