Site icon hindtv.in

સુરતના અશ્વિનીકુમારમાં તિરંગા યાત્રાનું આયોજન

સુરતના અશ્વિનીકુમારમાં તિરંગા યાત્રાનું આયોજન
Spread the love

સુરતના અશ્વિનીકુમારમાં તિરંગા યાત્રાનું આયોજન
પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા

સુરતના અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતાં.

સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પીપી સવાણી સ્કૂલના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. પોલીસ કર્મચારીઓએ પણ વિદ્યાર્થીઓ સાથે યાત્રામાં ભાગ લઈને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન દ્વારા યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓ ખભેખભો મિલાવીને જોડાયા હતા. સમગ્ર અશ્વિનીકુમાર વિસ્તારમાં તિરંગા સાથે નીકળેલી યાત્રામાં દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

Exit mobile version